Gujarati Quote in Blog by ધબકાર...

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઋણાનુબંધ અને સંબંધ...

ઘણીવાર એવું થતું હોય છે કે આપણે એવા વ્યક્તિત્વને અચાનક મળી જતાં હોઈએ છીએ જ્યાં એવું લાગે કે હાશ આપણી જિંદગીની સફર સફળ થઈ. અને આપણે શ્રેય આપીએ છીએ એ સંબંધનો ઋણાનુબંધ ને.

હા ઋણાનુબંધ એવી વસ્તુ જે કોઈ પૂર્વ જન્મના સત્કર્મના લીધે મળતું ફળ કહી શકાય. એ સંબંધો સતત વિકસતા જાય છે અને સંબંધોને એક નવા આયામ ઉપર લઈ જાય છે. અરે અમુક વાર તો આવા સંબંધો એવા સમયમાં સાથ આપવા આવતા હોય છે જ્યારે આપણે પોતાની જાતને પ્રેમ કરવાનું પણ ભૂલી ગ્યાં હોઈએ છીએ અને ફરીથી એક નવી આશાઓ જન્માવે છે.

મને એવું લાગે છે કે મળ્યા એ ઋણાનુબંધ પણ મળ્યા પછી સંબંધમાં જે ઉતાર ચડાવ આવ્યા એ સંબંધ. એટલેજ એટલો પ્રબંધ તો રાખવો જ કે ભગવાનની ભેટ એટલે કે ઋણાનુબંધ થકી મળેલા સંબંધને જાળવી રાખવો એ આપણી જવાબદારી છે.

*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Blog by ધબકાર... : 111220753
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now