એક નાનકડું બાળક વસે મન માં
જે થોડું છે ડાહ્યું ને થોડું છે તુફાની
જેને નથી સમજ આ દુનિયાદારી ની
તે તો સમજે ભાષા સ્નેહ ને વ્હાલ ની
એક નાનકડું બાળક વસે મન માં
જે થોડું છે જિદી ને કરે મનમાની
જે ઝંખે છે આખી દુનિયા ને ક્યારેક
એક નાનકડી પળ માં થઈ જાય રાજી
એક નાનકડું બાળક વસે મન માં
જેને નથી કોઈ ગુસ્સો , ઈર્ષા કે નારાજી
બસ રહે નિજ ની મસ્તી માં થઈ ને આનંદિત
એક નાનકડું બાળક વસે મન માં
જો શોધશો તેને તો મળશે મન ના ખુણે કહીં
ને ભુલી જશો તો તે ખોવાઈ જશે દુનિયા ની ભીડ મહીં
જો તેનું સાંભળશો તો રહેશો ખુશ થઈ
એક નાનકડો બાળક વસે મન માં...