Gujarati Quote in Good Morning by Niyati Kapadia Nirjhar

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારી સાથે ક્યારેક એવું થયું છે કે તમે લાઇબ્રેરીમાંથી કોઈ મસ્ત સસ્પેન્સ નવલકથા લઈ આવો અને જેવું એનું પહેલું પાનું ખોલો કે એક નોંધ લખેલી જોવા મળે, કોઈ વાચકે બોલપેન વડે લખેલી નોંધ, પતિ-પત્નીના ઝઘડામાં પત્નીનું ખૂન થઈ જાય છે... ખૂન કોણે કર્યું એ તેરમાં પાને વાંચો!

આપણે પહેલાં વાંચવાના સરસ મૂડમાં હોઈએ એટલે આ વાતને ત્યાં જ છોડીને વાર્તા વાંચવાની ચાલું કરીએ. ખરેખર પતિ પત્નીનો ઝગડો થાય અને પછી ખૂન થઈ જાય. આપણને ઉતાવળ આવે, એ જાણવાની કે ખૂન કોણે કર્યું અને આપણે ત્રીજા-ચોથા પાનેથી કૂદકો મારી દઈએ તેરમાં પાને..

ત્યાં ફરી એક નોંધ દેખાય, ખૂન નોકરે નથી કર્યું. કોણે કર્યું વાંચો એકાવનમાં પાને! હવે આપણે બધા પાના ફેરવતા પહોંચી જઈએ સીધા એકાવનમાં પાને ત્યાં પછી નોંધ હોય,

ખૂન પ્રેમીએ નથી કર્યું, અસલી ખુની કોણ એ જાણવા વાંચો એકસો અગિયારમું પાનું...

ખૂન પતિએ નથી કર્યું, કોણે કર્યું વાંચો છેલ્લેથી બીજા પાને... આપણે તરત ચોપડી બંધ કરીને ઊંઘી બાજુથી ખોલીએ.. છેલ્લેથી બીજા નંબરનું પાનું નીકાળીએ એટલે પાછી એક નોંધ દેખાય!

પત્નીનું ખૂન કોઈએ નથી એનું મોત એક અકસ્માત હતો છતાં નોકર, પતિ, પિત્ઝા ડિલિવરી બોય, ફેસબુક ફ્રેન્ડ આ બધા શકના દાયરામાં કેવી રીતે આવ્યા એ જાણવા પહેલેથી લઈને છેલ્લા પાના સુધી વાંચવું જરૂરી ?

મને તો હસવું આવી ગયું એના લખાણ પર નહિ, મારી મૂર્ખતા ઉપર! પહેલેથી જ મારે જે વાંચવાનું હતું એ છોડીને હું એ ભાઈની કે બહેનની નોંધ વાંચવા કેમ રાજી થઈ ગઈ!

આપણને ખરેખર ખબર હોય કે આપણે શું કરવાનું છે, શું કરવું જોઈએ અને તો પણ કોઈ બીજું માણસ જેને આપણી સાથે કોઈ જ લેવાદેવા ના હોય એની સલાહ માનીને આપણું કામ છોડી એની સલાહ મુજબ વર્તીએ છીએ...! ઘણીવાર તમે સાંભળ્યું હશે કે “અમારા આમને હું કંઈ કહું તો એ ના જ કરે અને કોઈ બારની વ્યક્તિ એવું જ કરવાનું કહી જાય તો તરત જ કરી દે!"

ટુંકમાં કોઇની સલાહ માનો પણ મૂરખ ના બનો, દિમાગ કી બત્તી જલાયે રખો...☺️
આપ સૌને Niyatiના જય શ્રીકૃષ્ણ ?

Gujarati Good Morning by Niyati Kapadia Nirjhar : 111218489
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now