Gujarati Quote in Blog by Chaitanya Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓળખાય છે વ્યક્તિ સમય થકી.
સમજાય છે વ્યક્તિ સમય થકી.

સમય ચક્રવત્ ફર્યા કરનારો છેને,
હરખાય છે વ્યકિત સમય થકી.

આંખમાં અશ્રુઓ લાવનારો છે,
અકળાય છે વ્યક્તિ સમય થકી.

પામે છે કૈંક સંતુલન જે રાખે એ,
છેતરાય છે વ્યક્તિ સમય થકી.

સારીનરસી વ્યક્તિ ઓળખાયને,
પરખાય છે વ્યક્તિ સમય થકી.

પરિવર્તન છે પયગામ વખત તણો,
બદલાય છે વ્યક્તિ સમય થકી.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Blog by Chaitanya Joshi : 111215907
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now