Gujarati Quote in Motivational by Kamlesh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

..........#........દિવાસો........#.........

હિંદુ ધર્મમાં તહેવારોનું સવિશેષ સ્થાન છે,આપણી સંસ્કૃતિ આ તહેવારોને કારણે વધુ જીવંત થઇ ઉઠે છે.

આજે આપણે જાણીશું"દિવાસા"ના તહેવારને....

"દિવાસો"શબ્દની સંધિ છુટી પાડવા જઇએ તો, દિ(દિવસ)+વાસ+સો(વાસ-ઘર/સો-૧૦૦)એમ થાય છે,માટે એમ કહેવામાં આવે છે કે દિવાસાનો તહેવાર એ પછી આવનાર સો દિવસના તહેવારોનાં દિવસોનાં વાસ(ઘર)તરિકે છે.

શું...?સો દિવસ કઇ રીતે...?
ચાલો ગણાવું....
દિવાસાનાં બીજે દિવસે શ્રાવણ માસની શરૂઆત થાય,
જે આખો મહિનો પવિત્ર છે,તે જ રીતે ભાદરવો શરૂઆતમાં"કેવડા ત્રીજ","ગણેશ ચતુર્થી" જેવા વ્રતો અને તહેવાર લઇને આવે છે,અને મહાલય/શ્રાદ્ધ સાથે પૂર્ણ થાય,ત્યાર બાદ,આસો માસ નવરાત્રી લઇને આવે અને દિવાળી લઇને જાય, અને કારતકનાં શરૂઆતનાં પંદર દિવસ તે,ચતુર્માસનાં છેલ્લાં દિવસો.આમ"દિવાસાથી શરૂ કરી દેવદિવાળી સુધીનાં ૧૦૦ દિવસો",તહેવાર રૂપ હોઇ,દિવાસાને સો(૧૦૦)તહેવારનો દિવસ કહીને પણ ઓળખવામાં આવે છે.
"દિવાસા"નો તહેવાર આપણે ત્યાં ગુજરાતમાં આમતો ઘણો ઉજવાતો નથી.પરંતું દક્ષિણપૂર્વ ભારતમાં આ તહેવાર દિવાળી ની જેમ ઉજવાય છે.દક્ષિણની પ્રજામાં આ તહેવારને લઇને એક અનેરો ઉત્સાહ જોવા મળે છે.
આપણે ત્યાં ગુજરાતમાં આ તહેવારને આદિવાસીઓના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે.

''રાજા તારી સોડસો રોણી,
પોણી ભરવા ગયતેલી રે,
પોણી બોણી નો મળ્યુ ને,
પશુ પંખી તરસે મરતેલ રે''
"દિવાસો"આવતા જ આદિવાસી વિસ્તારોમાં ભગવાન શ્રીકૃષ્ણને સંબોધતુ આ ફટાણુ ગુંજવા લાગે છે."દિવાસા"ના આગલા દિવસથી ઉજાણી ચાલુ થઇ જાય છે,અને આ બે દિવસ દરમિયાન આદિવાસી ગામોમાં ઉત્સવનો માહોલ જોવા મળે છે.આગલી રાત જાગરણ કરીને દેવતાઓને રીઝવવાનો પ્રયાસ કરે છે.
અષાઢમાં પહેલો વરસાદ થઇ ગયો હોય છે. એટલે વાવણી પણ થઇ ગઇ હોય છે. એટલે દીવાસો આવતા સુધીમાં ખેતરમાં પાકની કુંપણો ફૂટી નીકળી હોય છે. આથી વરસાદ સમયસર વરસતો રહે અને પાકનો સારો આવે તે માટે આદિવાસીઓમાં દિવાસાના દિવસે વિશેષ અનુષ્ઠાનની પરંપરા છે."દિવાસા"ની આગલી રાતે ઉજાણી કરાય છે,જેમાં ખેતરમા જઇને કુટુંબના દેવતા અને પુર્વજોનુ પુજન કરાય છે.અડદના વડા અને ઢેબરાનો પ્રસાદ પીરસવામાં આવે છે.ખેતરમાં ઉગી નિકળેલા પાકનું પુજન કરાય છે.પરંપરા એવી છે કે લગ્ન કરીને ગયેલી ગામની દિકરી તેનો પહેલો"દિવાસો"ગામમાં જ મા-બાપના ઘરે જ ઉજવે છે,એટલે સાસરે ગયેલી ગામની દિકરીઓ આગલે દિવસે આવી ગઇ હોય છે.રાત્રે ગામ આખું ભેગુ થાય છે.દિવાના અજવાળે ફટાણા ગવાય છે.ઢોલ ઢબુકે છે.દીવાસો ઉજવવા આવેલી દિકરીઓ, કુંટુંબી તથા ગ્રામજનોને કોપરું,ગોળ,ચણાનો પ્રસાદ આપે છે.આખી રાત જાગરણ થાય છે.અને ફટાણા ગવાય છે કે...

કાળીયુ ખેતર સડીયુ(સાફ કર્યુ) રે,
વાડી ઝુડીને સાફ કરીયુ રે
વાવી જુવાર,ને ઉગ્યો બાજરો રે.

બીજા દિવસે દિવાસાની ઉજવણી થાય છે,ઘરે ઘરે લાડુ,શીરો,દાળ-ભાત અને પુરીનુ જમણ બને છે.દેવતાઓ અને પુર્વજોને નૈવેધ ધરાવવામા આવે છે.દિવાસાના આખા દિવસ દરમિયાન આદિવાસી મહિલાઓ અને પુરુષો ફટાણા ગાય છે.મોટા ભાગના ફટાણામા અપશબ્દનો ઉપયોગ ભરપુર થતો હોય છે.ભગવાન અને દેવતાઓને પણ ફટાણામાં મન ખોલીને અપશબ્દોથી પોંખવામા આવે છે.જો કે આદિવાસી સંસ્કૃતિના જાણકારો કહે છે કે, આદિવાસીઓ અપશબ્દોથી દેવતાઓનુ અપમાન નથી કરતા,પણ વરસાદ વગર,પાણી વગર વેઠેલ વેદનાઓને વ્યક્ત કરવાની તેઓની પોતાની આ એક રીત છે.

દિવાસાના દિવસ સાથે એવરત-જીવરતનું વ્રત પણ સંકળાયેલું છે.અષાઢ વદ તેરસથી શરૂ થતું આ વ્રત અષાઢી અમાસ,એટલે કે"દિવાસા"ના દિવસે પૂર્ણ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે જ્વારાની પૂજા કરીને તેની પાસે દીવો પ્રગટાવે છે.એટલા માટે પણ આ દિવસને "દિવાસો"કહેવાય છે.
  દિવાસાના દિવસે એક વ્રતની પૂર્ણાહુતિ થતાં બીજા વ્રતની શરૂઆત થાય છે.દિવાસાના બીજા દિવસે એટલે કે શ્રાવણના પહેલા દિવસથી દશામાંના વ્રતની શરૂઆત થાય છે.સ્ત્રીઓ દશામાંનો શણાગર,સાંઢણી વગેરે લાવીને દસ દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા-અર્ચના કરે છે...

(શુભસ્તુ)

હર હર મહાદેવ..... હર....

Gujarati Motivational by Kamlesh : 111215254
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now