એણે પૂછ્યું, "જિંદગી" એટલે શું?
મેં કહ્યું.... ફક્ત તું અને તું જ.
એણે પૂછ્યું, "જીવન" એટલે શું?
મેં કહ્યું.... તું જીવે અને હું માણું છું.
એણે પૂછ્યું, "પ્રેમ" એટલે શું?
મેં કહ્યું.... તું કરે અને હું ચાહું .
એણે પૂછ્યું, "લાગણી" એટલે શું?
મેં કહ્યું.... તું અનુભવે અને હું
મહેસુસ કરું .
એણે પૂછ્યું, "વરસાદ"એટલે શું?
મેં કહ્યું.... તું પલળે અને હું ભીંજાઉ .
એણે પૂછ્યું, "દોસ્તી" એટલે શું?
મેં કહ્યું.... તું બાંધે અને હું નિભાવુ .
એણે પૂછ્યું, "સંબંધ" એટલે શું?
મેં કહ્યું.... તું બંધાય અને હું ય બંધાઊ..
એણે પૂછ્યું, "ઝાકળ" એટલે શું?
મેં કહ્યું.... તું ચમકે અને હું ઝળહળુ .
એણે પૂછ્યું, "નસીબ" એટલે શું?
મેં કહ્યું.... દરેક જન્મમાં મલીએ તું અને હું.....
??