Gujarati Quote in Thought by Shree...Ripal Vyas

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે યુવાન અવસ્થાએ પહોંચતો યુવક કે યુવતી તેના રંગીન સ્વપ્ન સાકાર કરવા જાય છે ત્યારે તે ખૂબ ઉત્સાહિત હોય છે...... હોસ્ટેલ મા કે બીજા દોસ્તો સાથે રહેતો થાય છે ત્યારે થોડા દિવસ પછી તેને ખબર પણ ના પડે તે રીતે કંઇક ગુમાવ્યા નો અહેસાસ થવા લાગે છે.... ઘર,માબાપ,ભાઈ,બહેન,અન્ય સ્વજનો,પોતાનો રૂમ, પોતાની નાનામાનાની વસ્તુ તેને યાદ આવે છે....પણ તે ખૂબ ઓછા ને ખ્યાલ આવે છે અથવા" જે અહેસાસ થાય છે" તેનો સ્વીકાર કરી શકતા નથી ....?????!!!!** પણ ** .....તે સમયે

તે પેરેન્ટ્સ જોડે વાત કરે છે તો ઓછી વાત કરે છે , ક્યારેક ચિડાઈ ને વાત કરે છે,ક્યારેક ખૂબ અપસેટ થઈને વાત કરે છે, ક્યારેક પાછી બરાબર વાત કરે છે.....ત્યારે માબાપ ને થાય છે આને શુ થઈ ગયું છે ? કેમ આવું કરે છે....પેરેન્ટ ને થાય છે આ બગડતો જાય છે...માબાપ પોતે તેની ઉપર ગુસ્સો કરે છે, ચિંતા કરે છે,"મા" રડે છે....પરંતુ ત્યારે માબાપે તેની સાયકોલોજી સમજવી ખૂબ જરૂરી છે.....તેને એવો અહેસાસ કરાવવો કે ,"અમે તને ખૂબ ચાહિયે છીએ , તારી દરેક મુશ્કેલી માં અમે સાથે છીએ,ઘર ના નાના ડિસીઝન માં તેનો અભિપ્રાય લેવો, તેને ફોન મા સલાહસુચન સિવાય ની વાતો કરવી....કે જેથી તેનો મૂડ હળવોફુલ થઈ જાય....

જેમ કોશેટા માંથી પતંગિયા ને બહાર નીકળવા માં જે તકલીફ પડે છે....એવી જ રીતે યુવાન ને તેની જિંદગીની ઉડાન ને સફળ બનાવવા માટે તકલીફ પડે છે પણ તેનો તેને અહેસાસ નથી થતો.....હા દરેક ને આવું થાય જ તેવુ નથી હોતું?? આ નાજુક પળ ને સમજવી ખૂબ જરૂરી છે.....??⭐⭐⭐??

Gujarati Thought by Shree...Ripal Vyas : 111212244
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now