બુંદ બુંદ પાણી ની વરસે,
છુંદ છુંદ કરશે અંગ બદન,
ઠંડક ના છાંટણા ઉડ્યા જો,
આ ગોરા ગરમ જોબને,
ભીના ભીના વાળ ની સુગંધી,
ભીંજવે જાણે વરસાદી લહેર,
હાથ હીલોળતુ આખુ આયખુ,
પરોવાણુ પવન ની લહેરે વાયરે,
પહેલે વરસાદે ભીંજાણા નૈણલે,
જાણે તારી ને મારી નજર પહેલી,
ઉગ્યો આનંદ નો આ અવસર,
નહાયો શુ ઘડીક ભીંજાયો ઘણો,
'રવિસાહેબ' ચમક્યુ આ થરથરતુ જોબન,
ઘટા ઘનઘોર ગુંજી ગગન મા એવી,!