સ્ત્રી છું, પણ સન્માનની ચાહક છું,
બધી ફરજો નિભાવીએ છતાં મળતા અપમાનથી ઘાયલ છું,
છુટથી રહું જરાક ત્યાં કેટલાયનું છટકી જાય છે,
લાગણીની ઓથમાં રહેવું પસંદ છે મને,
બાકી સર્જનનું વિસર્જન કરવા સક્ષમ છું,
અપમાન ન કરો એટલી જ ઈચ્છા,
બાકી માન આપનારની તો સમક્ષ જ છું,
હું શું છું એ મારે સાબિત કરવું નથી,
સ્ત્રી છું પણ સન્માનની ચાહક છું.