Gujarati Quote in Blog by Chaitanya Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જરુર પડતાં સૌને સંભારે દુનિયા.
દુઃખમાં કદી ન રહેતી હારે દુનિયા.

સંબંધો સઘળા સ્વાર્થના તકલાદી,
ગરજ પડતાં તમને પોકારે દુનિયા.

રાખી મીઠી જબાન પ્રશંસા કરતી,
સ્વાર્થ સધાતાં કદી ન વિચારે દુનિયા.

સંબંધ સારા તો તમે પણ છો સારા,
બગડતાં સંબંધો એ ધિક્કારે દુનિયા.

મતલબી માનસ તાસીર છે જગની,
કામ થૈ જતાં શું મારે ને તારે? દુનિયા!

ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.

Gujarati Blog by Chaitanya Joshi : 111209351
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now