ખુદની સાથે મળવાનું રહી ગયું,
ભીતર તરફ વળવાનું રહી ગયું !
ટીકા કરતા રહિયા હંમેશા અન્યની,
અને ખુદને પારખવાનું રહી ગયું !
દૂરના સબંધો વ્યસ્ત રહિયા સદા,
નિકટનાં સાથે ભણવાનું રહી ગયું !
કાબા થી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા,
અને ઈશ્વરને ઓળખવાનું રહી ગયું!
બે ચોપડા ભણી લીધા ને હોશિયાર થઇગયા,
પણ, શાન સમજવાનું રહી ગયું !
ઝપાટાભેર વહી રહી આ જિંદગી
અને સાલું...
આ જીવવાનું તો રહી ગયું !!