शाम से आंख में नमी सी है,
आज फिर आपकी कमी सी है.
સમય,પરિસ્થિતિ, ને ઈચ્છા જ્યારે બદલાય ત્યારે સામે વાળા માણસ જે તમારી અંગત છે એને જલ્દી તમે સમજતા નથી હોતા અને એટલે એ તમને તમારા બદલાયેલા વિચાર સાથે ક્યારેય જલ્દી સ્વીકારતા નથી. ને પણ એને એવું લાગવા માંડે છે કે તમે બદલાય ગયા છો. તમે એના થી દુર થઈ ગયા છો.
ને અંતે ઉપર ટંકેલી પંક્તિઓ એ વ્યક્તિ તમારી યાદ માં ગાય છે. આવું ના થાય એટલે સૌથી પહેલા તમારા અંગત ને તમારા બદલાય ગયેલા વિચારો વિશે અવગત કરાવી દેજો. જેથી એને તમારી કમી ના લાગે.
બાકી તો જલસા કરવાના ને કરવાના સુ કેવું છે ભાઈબંધ....