Gujarati Quote in Religious by Kamlesh

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

...#...આખરી ધામ,કેદારધામ...#...

"એ...હાલો...હેમાળો ગાળવા "

વિચારતા હશો ને?કે આ કઇ રીતે શક્ય છે?
આ કંઇ ઉંમર છે,આ મારગે જવાની?
આ પ્રશ્નનું ઉદ્દભવ થવું વ્યાજબી પણ છે,કારણકે આપણા વડવાઓ જ્યારે સંસારના બધા કર્તવ્યોથી મુક્ત થવા માગતા હતા,ત્યારે હેમાળો ગાળવા જતા હતા.ઘરનાવ ને આખરી નમસ્કાર કરીને કહેતા કે,"હવે હું હેમાળે હાડ ગાળવા જાઉં છું,આયો તો આયો નહીતર મોક્ષ ભયો ભયો".
આ હેમાળાની યાત્રા એટલે કે હિમાલયની ગોદ વચ્ચે ઉત્તરાખંડમાં આવેલ કેદારધામની યાત્રા.એ સમયે આ યાત્રા એટલી કષ્ટદાયક અને વિષમ હતી કે,ભાગ્યે જ કોઇ ત્યાં સુધી પહોંચી શકતું.અને પહોચી ગયું તો પાછા વળવું અશક્ય બરાબર હતું.એટલે ત્યાંજ જીવને શિવમાં વિલીન કરી મોક્ષ પ્રાપ્તિ કરતા હતા સૌ...
એ ભિષણ જંગલો,બરફાચ્છાદિત પહાડો,ઊંડી ઊંડી ખીણો,નરભક્ષી વન્યજીવો.ખાવા પીવાનું તો દૂર એક ઊંચાઇએ પહોંચતાં તો શ્વાસ લેવો પણ કઠીન થઇ જાય,આવી મુશ્કેલ યાત્રા,એટલે કેદારધામની યાત્રા...
આ યાત્રા અનાદી કાળથી ચાલી આવે છે.મનુષ્ય જીવ આ ધામની યાત્રાનો પ્રારંભ જીવનના અંતિમ ચરણમાં કરતો હોઇ આ ધામને"અંતિમધામ અથવા મોક્ષધામ"કેદારધામ કહે છે...
પરંતુ હવે પરિસ્થિતિઓ ભિન્ન છે.જેમ પાંડવો ભાતૃહત્યાના પાપ અને મોક્ષપ્રાપ્તિ માટે નારાજ થયેલા મહાદેવને શોધતા શોધતા છેક કેદારધામ પોહોંચી ગયા હતા,એમ આજનો મનુષ્ય પણ પહોંચી ગયો છે ત્યાં લગી. ફર્ક એટલો કે પાંડવો મોક્ષ માટે ગયા હતા અને મોક્ષના દેવ પાસે મોક્ષપ્રાપ્તિ મેળવી હતી,જ્યારે આજે ૯૯% લોકો મોજ-મસ્તી તથા પર્યટન માટે જાય છે.અને કુદરતી સંતુલનને ખોરવી વિનાશક દેવના વિનાશનો કહેર પણ ભોગવે છે...

મારે આજે વાત કરવી છે મહાદેવની એક ભક્ત પ્રત્યેની પોતાની કરુણાદ્રષ્ટીની...

"કપૂર ગૌરં કરુણાવતારં,સંસારસારં ભૂજગેન્દ્ર હારં,
સદા વસંતં હૃદયારવિંદે ભવં ભવામિ સહિતં નમામિ."

# કપૂર સમાન ગોરા વર્ણવાળા, કરૂણાના સાક્ષાત અવતાર છે.
સમસ્ત સૃષ્ટિના જે સાર છે, જે સાંપને ગળામાં હાર તરીકે ગ્રહણ કરે છે.
જે શિવ પાર્વતી સાથે સદા મારા હૃદયમાં નિવાસ કરે છે તેને હું નમન કરું છું.

આજે આપણે જાણશું દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલા "કેદારનાથ ધામ"માં સ્થિત,દેવાધિદેવ મહાદેવનું સમય પર પણ આધિપત્ય છે એ યથાર્થ સાબીતી આપતા એક પ્રસંગ વિશે...
ઘણાં સમય પહેંલાંની આ વાત છે,એ સમયની જ્યારે પગપાળા યાત્રા કરવી પડતી હતી,કોઇ ધની હોય તો રથ અથવા બળદ ગાડીનો ઉપયોગ કરતો,પણ મહદંશે યાત્રા સંઘમાં અને પગપાળા જ કરવામાં આવતી હતી.
આવા સમયમાં એક ગરીબ શિવ ભક્તે કેદારધામની યાત્રા કરવાનો સંકલ્પ કર્યો,અને પગપાળા યાત્રા શરુ કરી.મારગ પૂછતો પૂછતો અને મહાદેવનું રટણ કરતો કરતો ભક્ત ચાલ્યો જ જાય છે,આખરે બે મહીનાની યાત્રા બાદ ભક્ત દેવભૂમિ ઉત્તરાખંડ પહોંચે છે.પણ ત્યાં સુધી ધામ પર "હિમવર્ષા "શરુ થઇ ગઇ હોય છે.(આપને જણાવી દઉં કે આજે પણ કેદારધામના દ્વાર બરફ પડવાનું શરુ થતાં જ ૬ માહિના માટે બંધ કરી દેવામાં આવે છે.)અને મંદિરના પૂજારીએ પૂજા કરી દ્વાર દીધા હોય છે.આ જોઇ શિવ ભક્ત પૂજારીને વિનંતી કરે છે કે,"હે પૂજારી મહોદય,હું ખૂબ દૂરથી બે માહની પગપાળા યાત્રા કરીને પ્રભુના દર્શનાર્થે આવ્યો છું,કૃપા કરી મને દર્શન કરી લેવા દો."પરંતુ પુજારી કહે છે કે હવે તો દ્વાર ૬ માહ બાદ જ ખૂલશે,અને ૬ માહ બાદ આવવાનું કહે છે.ભક્ત ખુબ જ દુખી થઇ જાય છે અને પૂજારીના પગ પકડીને આજીજી કરવા લાગે છે,કે મને બસ એકવાર દર્શન કરવા દો.પરંતુ પુજારી એક નથી સાંભળતો.એ કહે છે કે,"કાં તો ૬ માહ બાદ આવ,કાં તો ૬ માહ અહિંયા જ રહીને દ્વાર ખુલવાની પ્રતિક્ષા કર."


........#........(ક્રમશઃ )

Gujarati Religious by Kamlesh : 111208015
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now