Gujarati Quote in Blog by Chaitanya Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હવે તો કૈંક જરા સમજ વરસાદ તું!
ખાલીખાલી ના ગરજ વરસાદ તું!

આભે ઘટાટોપ ઘન થઈને બેસતો,
તારી સમજને ફરજ વરસાદ તું!

સૂરજ જેવા સૂરજને ઢાંકી બેઠો,
ચૂકવ અબ્ધિનું કરજ વરસાદ તું!

અહીં સૌ રાહ જોઈને તડપતાને,
છે જળની સૌને ગરજ વરસાદ તું!

વરસ વરસ અનરાધાર આભેથી,
તું ના બન પોતાનો જજ વરસાદ તું!

મંડી પડ તું તારું મન મૂકીને આજે,
આળસ વરસનું તજ વરસાદ તું!

વરસી વરસીને જાજે વીરમી મેઘ,
વ્યોમે ઇન્દ્રધનુ સરજ વરસાદ તું!

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Blog by Chaitanya Joshi : 111207600
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now