English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*? દરેક સંબંધ માં misunderstanding થતી જ હોય છે, પરંતુ એ આગળ વધે એ પહેલા સાથે બેસી એનાં પર discussion કરી લો. દિલમાં અટકી ગયેલું "કંઈક" લાગણી ને રૂંધી નાખતી હોય છે. એને ફરીથી વહેતી કરવા માટે એ "કાંઈક" ને કાઢવું જ પડે છે. જો લાગણી રૂંધાય જશે તો સંબંધો ને કરમાતા વાર નહીં લાગે. પરંતુ discussion ઉગ્ર નાં બની જાય એ જોવું ખૂબ જરૂરી હોય છે, કારણ કે એ સમજદારી ભુલાવી દેતી હોય છે. ઉગ્રતા સાથે આક્ષેપો - પ્રતિઆક્ષેપ નો દોર ચાલુ થઈ જતો હોય છે, અને જ્યારે એમાં ચારિત્ર્ય, કમાણી, અને એક બીજાના કુટુંબીજનો વિશે બોલાય ત્યારે પરિસ્થિતિ વધારે વણસી જાય છે. ઘણા શબ્દો આ જીવન પીછો નથી છોડતા, એનાં ઘાવ દિલમાં ખુબ ઊંડે સુધી પડતાં હોય છે. ક્ષણિક ઝગડો દિલ માં ઘણી તિરાડો પડી જતો હોય છે. તમારી વ્યક્તિ ની લાગણી શબ્દોથી ગવાય કે એની નીચે દબાઇ ના જાય એનું ખાસ ધ્યાન રાખો, કારણ કે બધા પાસે મને પ્રેમ કરે એવી વ્યક્તિ નથી હોતી, હોય એની કદર કરો. કોણ, ક્યારે છોડીને ચાલી જશે એ આપણે નથી જાણતા, માટે આજ ને પ્રેમ થી જીવી લો...*

*? સંવેદના ના ઝરણાઓ ?*

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111207431
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now