પાંદડું ખરી પડે પછી સડે છે પુષ્પ ખરી પડે પછી સડે છે પરંતુ માણસ સડી જાય પછી ખરે છે.
આવું શા માટે?
હે પ્રભુ !
સ્વજનો મારી દયા ખાય તે પહેલા તું એક દયા કરજે જીવનને સમજવામાં હું ભલે મોડો પડ્યો પરંતુ મુત્યુને પામવામાં હું મોડો ના પડું એટલી કૃપા કરજે સાંજ પડે અને સુરજ આથમી જાય એમ હું આથમી જાવ ઈચ્છુ છું હું સડી જાવ તે પહેલા ખરી પાડવા ઈચ્છુ છું.