નેહાળ...!
"તને કેટલી વખત હમજાવાનું ? કે આપણે ન્યાં હાત પેઢીથી સોકરીવુંને નેહાળે ભણાવતા નથ..!"
"તું આવ્યો નવી નવાયનો; કે આપડાં રિવાજને તોડે સો..."
"એક વાત કાન ખોલીને હાંભળી લે કાનજી... આપડી હારે રે'વું હશે તો તારી સોડીને નેહાળે મેલવાનું બંધ કરવું પડશે..!!??"
કાનજીની ઝૂંપડી પાસે આજે તેના કબીલના લોકો મળીને ઉગ્રતાથી તેને ધમકાવી રહ્યા હતાં....
બીજે દિવસે કાનજીએ એની દીકરીને નિશાળે ભણવા મોકલી, પછી પોતાના કબીલાથી દૂર ઝૂંપડી બનાવવા લાગ્યો..
લેખન:નરેન્દ્ર જોષી.