હું કોણ ? જે અંદર છે એ કે બહાર બસ દેખાવ કરે છે એ ? જે ભીતર સંવેદના વ્યક્ત કરે છે એ કે જે બહાર બસ તેને દબાવી રાખે છે એ ? ખુશી,દુઃખ,અકળામણ, ગુસ્સો,ચિંતા,વહેમ જેને સૌથી પહેલા અસર થાય છે એ અંદર રહેલા માણસે બહાર રહેલા માણસ સાથે વાત કરતા આવડવું જોઇએ.અંદરના માણસે પોતાના નિર્ણય ને બહારના માણસ સુધી પહોંચાડવા ઉપર રહેલા ભેજાની પરમિશન જોઈએ છે. હમેશા અંદર બહારના ચક્કરમાં કેટલા બધા અટવાયેલા રહીએ છીએ આપણે,અંદરથી અલગ અને બહારથી અલગ દેખાવામાં કેટલા બધા નિપૂણ થઈ ગયા છીએ આપણે !
ખુદને શોધવાની દોડમાં ક્યારે થાકી જવાય છે ખબર નથી પડતી ? કેટકેટલાય નિર્ણયો પછી પણ કોઈ નિર્ણય પર ના આવી શકવાનો ભારોભાર ખેદ વરતાયા કરે છે.
પોતાની બારી માંથી દેખાતુ વિશ્વ જાણે ના દેખાયાનો ઢોંગ કરીને પવન મારફતે અથડાયા કરે છે. વિશ્વ ને પણ હવે મારા જેવી ટની કરતા આવડી ગઈ છે. મારે એની ટની સહન ના કરવી જોઇએ,મારે બારી બંદ કરી દેવી જોઇએ. ના….હું હંમેશાથી આં બારી બંદ જ કરતો આવ્યો છું શું આજે પણ મારે બંદ કરીને જતા રહેવું જોઈએ ?
#સંદિપ