Gujarati Quote in Thought by Rohit Prajapati

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લોકો કહે છે ઉનાળાની સાંજે ફરવાની બહુ મજા આવે છે. આવી જ મજાની ચકાસણી કરવા માટે હું પણ એક આવી સાંજે ઢીંચણ સુધીનું ઢંકાય એવું નાનું પેન્ટ પહેરીને નીકળી પડ્યો વડોદરાની સેર કરવા. મારા રૂમની નીચે એક ચા વાળો છે. ચા તો એ સારી બનાવે જ છે,પણ કોણ જાણે કેમ પણ મને એવું લાગે એને ત્યાની સિગારેટ નો ટેસ્ટ પણ કઈક અલગ જ હોય છે. એક કટિંગ ચા ની ચૂસકી અને સાથે ગોલ્ડફ્લેક લાઈટ ની એક ફૂંક ની સાચી મજા તો બેચલર લોકો જ માણી શકે. મારા પગે ચા ની મજા લઈને પોતાનું કામ ચાલુ કર્યું. હું હજુ તો બદામણી બાગ જ પહોંચ્યો હોઈશ ત્યાં તો એક પુરપાટ ઝડપે આવતી કાર મારી બાજુ માંથી પસાર થઇ. મારી નજર ડ્રાઈવર સીટ પર પહોંચે એ પહેલા તો કાર મેઈન રોડ પર પહોચી ગઈ. ખબર નહિ ટ્રાફિક સિગ્નલ ચાલુ હતુ કે બંધ, ઈન્ડીકેટર મારી નજરો થી દુર હતુ, અને આમેય નજીક હોય તોયે મારે તો આંખોના નંબર છે તો ચેક કરવા માટે થોડોક સમય માંગી લે એવું છે. સામે જોઉં છું તો કાર નું બોનેટ અને એક આધેડ સ્ત્રી ના પગ વચ્ચે જોરદાર નો અલ્પજીવી ઝઘડો થઇ પડ્યો છે. હું ત્યાં પહોંચું છું ત્યાં તો લોકો આજુબાજુથી માનવતા નો સહારો લઈને સ્ત્રીની પડખે આવી ચડેલા, જોકે બેન ને કઈ ખાસ લાલ કલર નું વાગ્યું નહોતું, એ ઉભા નહોતા થઇ શકતા. ખાલી ઉભા કરવા પણ કઈ કેટલાય લોકો ના ફોન માં ૧૦૮ દબાવાઈ ગયો. કેટલાકે તો એટલે કે મોટાભાગના એ તો આધેડને એકબાજુ મૂકી ને કાર ના કાચ માંથી ડ્રાઈવર ને બહાર કાઢી ને હેય ને દે દના દન આપવા લાગી. આ આપવા વાળાઓ ના મોઢા પર મને એટલા ક્રોધભર્યા મુખ ચિન્હો દેખાતા હતા કે કદાચ આ આધેડ એ બધાના ઘર માં જ ખાઈ પી ને મોટી થઇ હશે. તેમ છતાયે આપણે એવું બોલાય નહિ કેમકે એમનો ક્રોધ બહુ જ વધારે પડતો હતો અને જો આવું કઇક આપણા મોઢા માંથી ભૂલથી પણ નીકળી જાયતો એમનો ક્રોધ ફરતા વાર જરીક પણ ના લાગે. આપડે તો ભાઈ આપડા થી થાય એવું કામ કરવા લાગ્યા. પેલી સ્ત્રી ને ખભે થી પકડી ને ડિવાઈડર પર બેસાડી, બાજુ ના ગલ્લા પરથી પાણી મંગાવી ને મોઢા સુધી લઇ જવામાં મદદ પણ કરી. લોકો ના જબરદસ્ત ધિક્કાર વચનો સાંભળવા મળ્યા, “ટ્રાફિક વાળાઓ એ ધ્યાન રાખવી જોઈએ ને”, “આજકાલ કોઈને ટ્રાફિકનું ભાન જ નથી“, એટલામાં મારા કાને એમ્બુલન્સ નો સિગ્નલ નો અવાજ સંભળાયો, પણ આ શું? જયારે એમ્બુલન્સ માંથી એક ડોક્ટર નીકળીને આ સ્ત્રી ને લઇ જવા નો પ્રયત્ન કરવા લાગ્યો તો બીજી બાજુ થી એક ભાઈ ને પણ બે જણ ઉપાડી ને લાવતા હતા, મોઢું એનું લોહી થી ખરડાયેલું હતુ,લંગડો ચાલતો હતો શર્ટ તો એજ હતુ જે પેલા ડ્રાઈવર એ પહેર્યું હતુ, આજુ બાજુ ના અણવર બોલ્યા ,”આને પણ લઇ જાઓ હવે”. મારી આંખો એ તો બંનેને જ જોઈ રહેલી. વિચારું છું કે સેવા કોની કરવી જોઈતી હતી? આ બેન ની કે પેલા ડ્રાઈવર ની?

Gujarati Thought by Rohit Prajapati : 111204959
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now