ઈશ્વર વ્યાપી રહ્યો છે કણકણમાં,
શ્રધ્ધા તારી જોઈ રહી છે પણમાં.
ચૂંથાયેલા સપનાં છે જીવનમાં,
આ કેવી આજે તૃષ્ણા છે રણમાં.
માથે પુણ્ય તણો ભાર હતો એવો,
લાગ્યો છે જો નક્કર થાક ચરણમાં.
લોકો'તો પ્હોંચી ગયા મંઝિલ સુધી,
હું બેઠો છું ખોટા એક શરણમાં.
લોકો ને શોક નથી 'આભાસ' જરા,
ઉત્સવ જેવું ક્યાં છે આજ મરણમાં.
-આભાસ