શ્રી રમણ મહર્ષિને એક જીજ્ઞાસુએ પ્રશ્ન કર્યો
“ગુરુદેવ ! મરણનું દુ:ખ ક્યારે ટળે?”
“ માણસ જે સમયે ધારે ત્યારે”
“પણ શું ધારવું?” બીજો પ્રશ્ન થયો
“હું જન્મ્યો જ નથી” ટુંકો ટચ જવાબ મળ્યો.
વાત તો સાચી છે ‘હું’ અટલે “આત્મા” એ આત્માને
જન્મવાનું જ નથી તો મરવાનું છે કયા ?
પરન્તુ આપણે ‘હું’ એટલે ‘શરીર’ એમ માનીને
નાહક દુ:ખ ભોગવીએ છીએ