ક્યાંક ઉરના ઊંડાણમાં વસે છે લાગણી.
આપ્તજનની મુલાકાતે પ્રગટે છે લાગણી.
આમ તો અદ્રશ્ય વહેતો પ્રેમ પ્રવાહ છે એ,
પોતાના જાણીને મમત્વ બાંધે છે લાગણી.
સ્નેહાળ હૈયાંની ઉપજ છે આખરે લાગણી,
પાથરી જુઓ છેવટે દુઃખ નોતરે છે લાગણી.
વ્યક્તિ તો શું વિભુ પણ વશ થાય એનાથી,
સ્વાર્થશૂન્યતા આવતાં એ નિખરે છે લાગણી.
મતલબી વ્યક્તિઓ માટે ' રોંગ નંબર ' સમજો,
વ્યક્તિના તમામ દોષોને એ પીગાળે છે લાગણી.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.