અછાંદસ ગઝલ
લખવા બેસું તો એ વિચાર જતો રહે છે
શબ્દો માંથી એ ભાર જતો રહે છે
ઉપર ઉપર થી બધુ રહે છે એમનું એમ
બસ એનો મૂળ આધાર જતો રહે છે
જૂઠ ને જુઠ નથી કહી શક્તો ત્યારે
સત્યનો ખાલી એ વાર જતો રહે છે
જોઉં છું , સમજુ છું , આ બંનેની વચ્ચે
ઘટનાનો આખે આખો સાર જતો રહે છે
અને જ્યારે વિચારું છું વિચાર વિશે
એ ઘડીએ ખુદ વિચાર જતો રહે છે .
કૈલાશ ચૌધરી