અનમોલ મોતી
ઓ ખુદા પ્યારા,
એક એક મોતી પિરોવી, બનાવી છે આં ગીતો ની માળા
અર્પણ કરું છું હું તને એ, ઘણા પ્રેમથી, મારા વાહલાં
મન ના મોતી પિરોવિયા છે મે, પ્રેમ થી છે જે ભરપુર;
કવિતા લખતાં ભરાય મારું હૈયું, પ્રેમથી થાય એ ઉર પુર.
એક એક શબ્દ ગાઈ, પ્રેમ થી કરું છું તુજને આં અર્પણ.
આપજે આશિષ એવા, કે જગ વાંચી, ઝાંકે ભીતર, જુવે દર્પણ;
કરે એ લોક આત્મ દર્શન; પછી તુજકને હું બીજું માંગુ શું ભલા !
આં શબ્દો ને ઢાળી ને ગીતોમાં, રિઝાઉં તુજને; અર્પણ કરું તુજને એ સઘળાં.
જમાના ને પસંદ એ આવે કે નહિ, ભલે એમને હોય ના આં મોતીઓ નું મોળ;
પણ સ્વિકરજે તું, આં મોતી મારા અનમોલ; જમાનો કરી શકે ન એમનો તોળ.
Armin Dutia Motashaw