( ? )
```હું રિસાયો, તમે પણ રિસાયા તો પછી આપણને મનાવશે કોણ``` ?
```આજે તિરાડ છે, કાલે ખાઈ બની જશે તો પછી તેને ભરશે કોણ``` ?
```હું મૌન, તમે પણ મૌન તો પછી આ મૌન ને તોડશે કોણ``` ?
```નાની નાની વાતોને દિલથી લગાવી શું, તો પછી સંબધ નિભાવશે કોણ``` ?
```છુટા પડીને દુઃખી હું, અને દુઃખી તમે પણ, તો વિચારો ડગલું આગળ વધશે કોણ``` ?
```ના હું રાજી, ના તમે રાજી, તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ``` ?
```યાદોના ગમ માં ડૂબી જઈશું હું અને તમે, આપણને ધૈર્ય આપશે કોણ``` ?
```એક અહં મારો, એક તારી અંદર પણ, તો પછી આ અહં ને હરાવશે કોણ``` ?
```જિંદગી કોને મળી છે હંમેશ માટે, તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ``` ?
```આપણા બન્નેનાં મરી ગયા પછી, આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ``` ?
*એટલે જ*
```એકબીજાનું માન રાખો.```
```ભૂલોને ભૂલી જાવ.```
```ઈગો ને એવોઇડ કરો.```
```જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પુરી કરો.