Gujarati Quote in Blog by Maitri Barbhaiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Q-રોજ આપણી આજુબાજુ કેટલું બધું અવલોકન અને નિહાળવા જેવું હોય છે તો પણ આપણે આખરે લોકોમાં શું જોઈએ છીએ???
A-માત્ર લોકોની ખામી.
રોજ આપણે રસ્તે જતાં કેટલીય નિહાળવા જેવી પ્રાકૃતિક વસ્તુઓ આવે છે છતાંય એ આપણાથી નજર અંદાજ થ‌ઇ જાય છે અને આપણે જે જોવાનું હોય છે એ જોતાં નથી.લોકોમા માત્ર ખામીઓ જ નથી હોતી એમનામાં ખૂબીઓ પણ હોય છે.પણ,શું છે આ તો આપણે લોકોની ખૂબી જોવા કરતા લોકોની ખામી જોવામાં વધારે વિશેષજ્ઞ થઈ ગયા છીએ અને એમ પણ એવું કહેવાય છે કે આપણામાં જે હોય તે જ બીજામાં દેખાય. માટે પહેલા આપણે આપણામાં ખૂબીઓ જોવાનું ચાલુ કરવું પડશે તો જ આપણને બીજામાં ખૂબીઓ દેખાશે. જિંદગીનો જો મર્મ સમજવો હોય તો પહેલાં એનુ વિશ્ર્લેષણ કરવું પડે અને વિશ્ર્લેષણ કરવા માટે આપણી આસપાની તમામ વસ્તુઓને અવલોકવી પડે અને પછી ઘણું ઊંડાણપૂર્વક અધ્યયન કરવું પડે પછી જ કોઈ તારણ પર પહોંચી શકાય છે.બસ માણસો માટે પણ આ જ સિદ્ધાંત લાગુ પડે છે.એનામા રહેલી ખૂબીઓ જોવા માટે એનું પણ વિશ્ર્લેષણ કરવું પડે.પણ આપણે એનું વિશ્લેષણ કર્યા પછી ખૂબીઓ તારવવાની જગ્યાએ એની ખામીઓ તારવીએ છીએ.

On This Note:हर कोई झांकता है एक-दूसरे की जिंदगी में,
लेकिन अपने मन में कोई नहीं झांकता।

Gujarati Blog by Maitri Barbhaiya : 111202817
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now