અર્ધાંગીનીનું ઋણ
અર્ધાંગીની નું ઋણ મંજૂર,
તે આપેલું, હર
સુખ-દુખ મંજૂર...!
અજાણ્યો હું, મારો હાથ પકડીને
સાથે આવી,
મારા પર નો તારો આ અફર
ભરોસો મંજૂર...!
મધ દરિયે ડોલતી મારી
જીવન નાવને,
તે તારા સાથ રૂપી સાહિલ આપ્યો,
એ સાથ મંજૂર...!
પ્રેમ ને હમેશા હું પરોક્ષ ગણતો,
પ્રત્યક્ષ કરાવેલ તારો
પ્રેમ મંજૂર...!
આપણે ફરેલ, મંગળફેરા,
કરેલો હર એક
વાયદો મંજૂર...!
તારા વિના હું શૂન્ય છું,
શૂન્ય માંથી તારું કરેલ હર
સર્જન મંજૂર...!
જીવન ની જેમ, મૃત્યુ પણ
નક્કી જ છે,
હરદમ તારો સાથ દેવાની મારી
પ્રતિજ્ઞા મંજૂર...!
સબંધ આપણો અફર છે અમર છે,
હર અવતાર માં તારો જ સાથ
આપવાનું વચન મંજૂર...!!
?????????