*વડલો*?
ગામને પાદરે તળાવ તળાવની પાળે ઘટાદાર લહેરાતો વડલો.વડલે બાંધ્યો હિંચકો નહીં દોરડું કે સાંકળ.વડવાઈને બાંધી ગાંઠ હિંચકા ખાય ગામના બાળકો. લટકે એમ જાણે ભેગી થઈ વાંદરા ની જમાત. કરે વડવાઈને લઈ ગણી બધી કરામાત. અને જો નબળી વડવાઈ હોય ને ટુટે તો તો જોવા જેવી થાય.પટકાયેલા નું મોઢું પડી જાય અને મિત્રો હંસી હંસી ને ગાંડા થાય.
મોટી ડાળખી થી નિચે લટકે વડના ટેટા તોડી ને ખાય બીજા મિત્રો એની માર ખાય.વડના આસરે પંખી ને મળી રહે એને આહાર.
ગામના વયોવૃદ્ધ લોકો બપોરે કરે આરામ. અને વરસાદ ભીંજવે ગાય ભેંસ બકરી ને આસરો આપે વડલો. પાંદડું લઈ પીવાતી એમાં ચા. કાબર કાગડા ને કોયલ કરે પુકાર. આવો વડલો હવે આજની પેઢીને સમજવામાં નહીં આવે વગર સાધન ખુશ થઈ ને રહેતા આજ તો માત્ર મોબાઇલ જ જીવન બની ગયું છે.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા