અદોદળું શરીર મારું સુડોળ બનાવું
આજે છે અવસર, આજે સારો સુયોગ
ચાલ યોગ કરું..
પહેલું સુખ તે જાતે નર્યા, શરીર નું ધ્યાન રાખું
આજે મળતી પ્રેરણા, આજથી કરું પ્રયોગ
ચાલ યોગ કરું ..
બર્ગર પીઝા પાસ્તા જંક ફૂડ અે વાળ્યો છે દાટ
કોક રીતે ભરપાઈ કરું,ઊંભા કરું સંજોગ
ચાલ યોગ કરું...
આખો દેશ આજે યોગ માં વળ્યો, હું ય વળું,
પણ કરું આખું વર્ષ, એક દિવસ માં ના થાય વિયોગ
ચાલ યોગ કરું...