English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પોતાનું કોણ?*


*•ક્યાંક તો આપણી 'જરૂર' હશે દુનિયા માં*
*•ઇશ્વરે અમસ્તી જ તો મહેનત નહીં કરી હોય,*
*•આપણને 'બનાવવા' ની.*

*•જીંદગી શીખવે તે શીખી લેવાય..*
*•કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર..!*

*•વર્ણવી પીડા મારી....*
*•હદય હલકુ કર્યુ.....*
*•સમજ્યા એ મૌન રહ્યા....*
*•ને ઘણા એ તાલીઓ પાડી.....*

*•આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,*
*•અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી*

*•ચાલ હિંમત હોય તો કર...*
*•તારા માંથી મારી બાદબાકી...*
*પણ...*
*•શરત એટલી..*
*કે...*
*•જવાબ માં...*
*•શૂન્ય न આવવું જોઇએ...!*

*•અસ્તિત્વ ની ગણતરી કેટલી..?*
*•જગત માંથી ગયા પછી...*
*•એક પ્રાર્થના સભા જેટલી....!!*

*•શોધી જ લે છે,*
*•બધાનું સરનામું,*
*•નસીબને ખબર જ હોય છે,*
*•કોણ ક્યાં સંતાણું...!!!*

*•ક્યારેક તો થાય કે, કોની સામે હસું ??*
*•બધાય અંદરથી તો રડે છે....*
*•ને વળી થાય કે કોની પાસે રડું ???*
*•બધાય બહારથી તો હસે જ છે....*

*•કોઈકે મને પૂછ્યું કે આ દુનિયામાં*
*•તારું પોતાનું કોણછે......*
*•મેં હસીને કહ્યું કે જે બીજાના માટે*
*•મને ના છોડે એ મારું પોતાનું છે*

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111200734
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now