નાહક વચનોમાં બંધાવાનુ મને નહી ફાવે
તુ કહે એજ રીતે જીવવાનુ મને નહી ફાવે,
સત્યને ગ્રહણ કરીને અહી જીવનાર છુ હુ
દેખાડાનો વેશ ધરી રખડવાનુ મને નહી ફાવે,
વીજળીના ચમકારા જેવુ રાખ્યુ છે હ્રદય અમે
બે મૌસમ ક્યારેય વરસવાનુ મને નહી ફાવે,
ઉડી તો શકાશે એકલા પણ હશે ઈરાદો અડગ
પવનને વિરુદ્ધ જઈ ફફડવાનુ મને નહિ ફાવે,
વિશ્વાસ રાખ ખૂદ પર ગુંજાશે આભ લગ નામ
છળકપટના ભાગીદાર બનવાનુ મને નહી ફાવે.
- નિમુ ચૌહાણ.. સાંજ
- જામનગર