Gujarati Quote in Motivational by Kamlesh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

......#.....શરીર અને આત્મા જ્ઞાન.....#.....

શરીર ના મુખ્યત્વે ત્રણ પ્રકાર....
આત્મા ત્રણેય શરીરોથી ભિન્ન છે. તેથી આત્માને સમજવા માટે ત્રણેય શરીરોના ગુણ-લક્ષણ જાણીને તેને આપણાથી પૃથક કરવું પડશે. ત્રણ શરીર છે -
૧)સ્થૂલ શરીર...
૨)સૂક્ષ્મ શરીર...
૩)કારણ શરીર...

આ ત્રણેય ને એક એક કરીને સમજાવું છું...


.....(ભાગ -૧ --> "સ્થૂલ શરીર" )...

 

स्थूलशरीरं किम् ?

पञ्चीकृतपञ्च महाभूतैः कृतं सत्कर्मजन्यं

सुखदुःखादिभोगायतनं शरीरं,

अस्ति जायते बर्धते विपरिणमते अपक्षीयते विनश्यतीति

षड् किकारवदेतत्स्थूल शरीरं ।

સ્થૂલશરીરં કિમ્ ?

પઞ્ચીકૃતપઞ્ચ મહાભૂતૈઃ કૃતં સત્કર્મજન્યં

સુખદુઃખાદિભોગાયતનં શરીરં,

અસ્તિ જાયતે બર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતીતિ

ષડ્ કિકારવદેતત્સ્થૂલ શરીરં ।

 

[ભાવાર્થ]

સ્થૂલ શરીર શું છે?

પંચીકૃત પંચમહાભૂતોથી નિર્મિત, સત્કર્મોથી ઉત્પન્ન, સુખ-દુઃખ આદિ ભોગોને ભોગવવાનું સ્થાન તથા અસ્તિ, જન્મ, વૃદ્ધિ, પરિવર્તન, ક્ષય, અને વિનાશ જેવા છ વિકારોથી યુક્ત સ્થૂલ શરીર છે.

 

[વ્યાખ્યા]

આપણે આ જે શરીરને જોઇએ છીએ તેને સ્થૂલ શરીર કહેવાય છે. સ્થૂલ શરીર પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ નામક પંચમહાભૂતો માંથી બન્યું છે. આનું વર્ણન આપણે આગળ કરીશું, હમણાં એટલું સમજી લેવું પર્યાપ્ત છે કે આ સ્થૂલ શરીર પંચીકૃત પંચમહાભૂતોથી બન્યું છે.

 

આ શરીર જેટલું સ્થાન ઘેરે છે તે આકાશ છે. શ્વાસ લેવા પર વાયુ શરીરમાં જાય છે. જે રક્ત સાથે ભળે છે. શરીરમાં જે ગરમીનો અનુભવ થાય છે તે અગ્નિ તત્ત્વના કારણે છે. પીવામાં આવેલ પાણી રક્ત આદિમાં ભળી જાય છે. અન્ન રૂપમાં પૃથ્વી તત્ત્વ શરીરમાં પહોંચે છે, જેનાથી અસ્થિ, માંસ વગેરે બને છે.

 

સ્થૂલ શરીર પશુ-પક્ષીઓને પણ પ્રાપ્ત છે, પરંતુ મનુષ્ય શરીર પુણ્ય કર્મોના ફળથી મળે છે. મુક્તિ પ્રાપ્ત કરવા માટે આ એક સુંદર અવસર છે.

 

આ શરીર ભોગાયતન પણ છે, આમાં રહીને જીવ પોતાના કર્મોના ફળ સુખ-દુઃખના રૂપે ભોગવે છે.

 

આ શરીર નશ્વર છે, કારણ કે આમાં છ વિકારો જોવા મળે છે - અસ્તિત્વ, જન્મ, વૃદ્ધિ, પરિવર્તન, ક્ષય અને વિનાશ. આ રીતે નશ્વર હોવાને કારણે સ્થૂલ શરીર અનિત્ય છે તથા અનિત્ય હોવાને કારણે મિથ્યા છે.

 

આ શરીરમાં આત્માનું એક પણ લક્ષણ નથી. નશ્વર હોવાને કારણે સત્ નથી,
જડ ભૂતોથી નિર્મિત અને કર્મફળનું પરિણામ હોવાથી ચિત્ત નથી,
અને વિકારી હોવાને કારણે આનંદ રહિત છે.

Gujarati Motivational by Kamlesh : 111193393
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now