મોટા થયા પછી હાસ્ય માં થોડો ફરક આવે છે,
પહેલાં આવતું હતું હવે લાવવું પડે છે...
અમુક રાતે તમને ઊંઘ નથી આવતી
અને અમુક રાતે તમે સુવા નથી માંગતા,
વેદના અને આનંદ વચ્ચે આ ફેર છે...
પ્રેમ અને આંસુની ઓળખ ભલે અલગ અલગ હોય,
પણ બન્નેનું ગોત્ર એક જ છે હ્રદય...
*મીલાવી જામ માં અમે જીંદગી પી ગયા,*
*મદીરા તો શું કોઇની કમી પણ પી ગયા,*
*રડાવી જાય છે અમને બીજા નાં દર્દો,*
*બાકી અમારા દુ:ખો તો અમે હસી ને પી ગયા...*
મિત્રતા સાણસીની જેમ નિભાવવી જોઇએ,
પાત્ર ગમે તેટલું ગરમ જણાય પણ
એક વખત પકડ્યા પછી છોડવાનું ન હોય...
મન થી ભાંગી પડેલા ને મિત્રો જ સાચવી શકે છે,
સંબંધીઓ તો ખાલી વ્યવહાર સાચવે છે...