Gujarati Quote in Blog by ધબકાર...

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" મારી ભાગેડુ વૃત્તિ મારી નજરે "

જય શ્રી કૃષ્ણ...

આજે પહેલાજ કહી દઉં એટલે એવું ના થાય કે અધૂરી વાત કે અધૂરી ચર્ચા પછી કહ્યું. હમેશાંથી ફરિયાદ રહી છે કે હું અધૂરી ચર્ચા મૂકી સ્કીપ કરી ચાલ્યો જાઉં છું.

1) દરેકનું એક લેવલ હોય કોઈપણ ચર્ચા કરવાનું..... હું ચર્ચા તો ચાલુ કરું છું કે આ વાત ચાલુ થશે અને આ રીતે આગળ વધશે અને આ રીતે પૂરી થશે એવું બધુંજ વિચારીને. પણ ઘણી બધી વાર એ ચર્ચા ધાર્યા કરતાં વિપરીત થઈ જાય, કોઈ અલગ ટ્રેક ઉપર જતી રહે અથવા મારી સમજની બહાર થઈ જાય એટલે એમાં ભાગ લેવો મારા માટે મુશ્કેલ બની જાય. તેવી પરિસ્થિતિમાં હું એ ચર્ચા માંથી સ્વેચ્છાએ બહાર નીકળવાનું અથવા થોડો સમય પછી ફરી જોડાવાના વિકલ્પને પસંદ કરું છું. જય શ્રી કૃષ્ણ...

2) સમયનો અભાવ... મારું સ્પષ્ટ માનવું છે કે તર્કનો કોઈજ અંત નથી. એટલે જ્યારે માત્ર તર્ક ઉપર વાત ચાલતી હોય ત્યારે જેટલી જલ્દી હાર સ્વીકારો એટલા સારા સંબંધો જળવાય અને વાર્તા પતે. એટલે ઘણી બધી વાર સમય જ ના હોય આટલો બધો તર્ક કરવા એટલે ત્યાં હાર સ્વીકારવી જ રહી. સંબંધોથી હારવું એથી સારું છે કે તર્કથી હારવું.

અને બીજું છે ખૂબ લાંબી ચાલતી ચર્ચા.. નાનો માણસ છું, નોકરી કરું છું અને મોબાઇલ વાપરવાને લઈને ત્યાંના નિયમો કડક છે અને એને અવગણવાનું પરિણામ તમે કલ્પી શકો છો.. આવા સમયે હું મારો સ્પષ્ટ મત મૂકવાનો પ્રયત્ન કરતો હોવ છું પણ સમયનો અભાવ હોવાથી લાંબી ચર્ચા અશક્ય છે. તો પણ હું મારો બનતો પ્રયત્ન કરું છું પણ જ્યારે વાત ખૂબ ચર્ચા લાંબી ચાલે ત્યારે મારે એ વચ્ચેથી છોડવી જ પડે છે. એટલે જ્યારે પણ સમય ઓછો હોય... જય શ્રી કૃષ્ણ...

3) મને જલ્દી આવતો સખત ગુસ્સો..... બધાના પોત પોતાના એક પોતાની ઉપર કંટ્રોલ રાખવાના લેવલ હોય. મને થોડો પણ જાણતા લોકો ને આ વાત નો ખ્યાલ હશેજ.. અને આ વાત મારા માટે માઇનસ પોઇન્ટ સાબિત થાય છે. મારી સામે પણ મારા આ નબળા પોઇન્ટ નો ઘણી વાર ઉપયોગ થાય છે. બીજી તરફ હું એ લેવલ ક્રોસ કર્યાં પછી ચર્ચા કરું એ કોઈપણ રીતે શક્ય નથી એના લીધે સંબંધો તૂટવાની શક્યતાઓ સખત વધી જાય છે એટલે થાય કે મૌન રહી કાંઈક સાચવી લઉં... જય શ્રી કૃષ્ણ...

4)અને આ બધા ની ઉપર એક બીજું પણ કારણ છે કે જણાવ્યા વિના મને ચર્ચા છોડવી ગમતી નથી. હું ઈચ્છું તો હું એમનેમ ચર્ચા છોડી ને જઈ શકું અને પછી ગમે ત્યારે એમાં જોડાઈ શકું તો કદાચ તો મારે આવા ખુલાસા ના કરવા પડે. પણ એ મારા સ્વભાવ થી વિપરીત છે એટલે હું જય શ્રી કૃષ્ણ કહીને મારા જવાની જાણ કરું છું. પહેલા પણ મારા જય શ્રી કૃષ્ણ કહેવા ઉપર સવાલો ઉઠ્યા છે અને કદાચ એને દંભ પણ માનવામાં આવ્યું હતું. પણ જય શ્રી કૃષ્ણ કહેવું એ મારા સ્વભાવમાં વણાઈ ગયું છે.

બધાની એક લિમિટ હોય સ્થિર રહેવાની. મને અસ્થિર થતા સહેજપણ વાર નથી લાગતી. તો પણ મને ખુશી છે કે મને એવા પણ સ્નેહી મળ્યા છે જે મારી આ બધી મર્યાદા સમજીને પણ મને સાથ આપી રહ્યા છે. મેં પણ પ્રયત્ન કર્યો છે કે કોઈને દુખી ના કરું. છતાં પણ મારાથી કોઈને, ક્યાંય પણ દુખ થયું હોય તો માફ કરશો.

Gujarati Blog by ધબકાર... : 111190063

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now