જાણું છુ તુ પ્રેમ કરે છે અનહદ મને પણ એ પ્રેમ ને જતાવીશ નહીં તો શું કામનું
જાણું છું તુ લાગણી નો દરિયો છે પણ તારી લાગણી એક મોજું મારા સુધી પહોંચે નહીં તો શું કામનું
વાદળ સમ છું તુ અસીમ આકાશ નુ પણ તારો પ્રેમ મને ભીંજવે નહીં તો શું કામનું
ક્યારેક તો તુ શબ્દોથી જતાવ પ્રેમ આમ મૌન રહીશ તો શું કામનું
સમજુ તો છુ તારી મૌન અનહદ લાગણી પણ એ મને મહેસુસ ના થાય તો શું કામનું