#kavyotsav -2
"અનન્ય પ્રેમ"
રાધા :
લાગણીઓ ની રમત પણ છે અજીબ, કૃષ્ણ તું દૂર છે તો પણ મન થી સાવ નજીક.
નથી ખબર કે તને કેમ સમજાવું, તું નથી તો પણ તને જ હું બોલાવું.
સવાર પડે ને હું તને સંભાળું, રાત પણ ઓઢી ને આવે તારી યાદ નું અંધારું.
મારી આંખો થી હું ફક્ત તને જ નિહાળું, મન ના સિંહાસન પર રોજ તને બેસાડું.
ક્ષણે ક્ષણે એક વાત વિચારું, જનમ જનમ હું કૃષ્ણનું નામ ઉચ્ચારું.
કૃષ્ણ વગર રાધા નું જીવન નકામું, શ્વાસે શ્વાસે હું તને જ પામું.
લાગણીઓ ની રમત પણ છે અજીબ, કૃષ્ણ તું દૂર છે તો પણ મન થી સાવ નજીક.
કૃષ્ણ :
લાગણીઓ ની રમત પણ છે અજીબ,રાધા તું દૂર છે તો પણ મન થી સાવ નજીક.
મારા દરેક સૂર માં હું તને ચાહું, મોરલી ની સરગમ તારા માટે જ રેલાવું.
પૂનમ નાં ચાંદ માં રાધા તને શોધું, આભનાં તારાઓ માં તારું નામ લખાવ્યું.
મોરપીંછ ના રંગો થી તને સજાવું, કોયલ ના ટહુકે તારી મધુરતા માણું.
પવન ની લહેરો થી તને બોલાવું, ફૂલો ની સુગંધ માં તને છુપાવું.
પળ પળ માં અનુભવું છું તારું સંગીત, પૃથ્વી ના કણ કણ માં વસે છે 'રાધા કૃષ્ણ ની પ્રીત'.
લાગણીઓ ની રમત પણ છે અજીબ,રાધા તું દૂર છે તો પણ મન થી સાવ નજીક.
-Bansari Modha
-- Bansari M
Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111166475