લીલુ હતુ પાન પણ વૃક્ષ થી ખરી ગયુ ;
સપનું છેવાડે આવી ,આંખ થી સરી ગયુ !
સાત ભવ ના સંગાથ નો શુ અંજામ હવે ?;
આપી વાયદો ,અચાનક કોઈ ફરી ગયુ !
પ્રણય છે આગ દરિયો -કહેલુ એમણે ;
હુ ડુબી ગયો ,કોઈ ચાલાકી થી તરી ગયુ !
જીવલેણ નીકળ્યો પ્રપંચી અંધકાર નો ઘા ;
બળતુ હૃદય મા દિવા જેવુ ,એ ઠરી ગયુ !
કોતરી રેખાઓ હાથ ની અમે ,લઇ ખંજર;
નબળુ નસીબ અમારુ એનુ કામ કરિ ગયુ !
આ રેતાળ ચેહરામાં ના શોધ લાગણી હવે ;
લીલુ જે બચ્યુ થુ થોડુ ,હવે એ બળી ગયુ !!
-વિરલ વકાણી (ભાવનગર )