હોય જો ભાવના સાચી દિલમાં,
તો ખુદ ખુદા પણ મદદે આવે છે.
કલ્પનાઓના મોરને આકાર આપું છું હું,
ને ક્યારેક તો વળી મોર બનીને નાચું છું હું.
મળે છે ક્યારેક એવું કોઈ જીદગીમાં,
જેને ભૂલતા પણ ભૂલી શકું ના હું.
ચાતકની જેમ વરસાદની રાહ જોઉં છું,
અને એ વર્શાદમાં ભીજાવા માગું છું હું.
વિચારોને વિચારોથી વિચારું છું,
અને એ વિચારોને વિચારોથી વ્યકત કરું છું હું.
મળી છે જીવનમાં ખુશી એટલી 'કશ્મકશ',
પ્રશ્ર થાય કે આ હકીકત છે કે સ્વપ્નું?