Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હૃદયની ભાવનાઓ બનીને વહે છે આંસુ.
મૌન છે તોય કેટકેટલું રખેને કહે છે આંસુ.

પરાકાષ્ઠા વેદનાની આંસુ થઈ પ્રગટતીને,
અભિવ્યક્તિની ચરમ સીમા રહે છે આંસુ.

વાત ઉરની નયન કહીને જંપનારાં આખરે,
ખારાશ સાબિતી કેટલું વળી સહે છે આંસુ.

છે મોતી નયનનાં એ અદભુત તાકાત એની,
ઇશ જેવા ઇશનેય પરવશ એ કરે છે આંસુ.

પરમાણુ કરતાંય અધિક શક્તિમાન છે એ,
ક્યારેક હર્ષના અતિરેકે પણ દીસે છે આંસુ.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111184354

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now