Gujarati Quote in Jokes by Amita Patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવા_દુઃખો ૮#સીઝન૨

હું, વાઘ ને શહેર નું સરવૈયું

હવે આ ભરઉનાળે લોકો પરણવા નું કામ કરે છે. ને ધોમધખતા તડકા માં આપણે ભારે ભારે કપડાં પહેરી ને હસતું મોં રાખી ને જવાનું , એના થી વધુ કયું દુઃખ હોય ! એટલે તમારી વાત કરું છું.. મારું તો તમે લોકો જાણો જ છો ને બીજાં કેટકેટલાં દુખો છે !

આજે સુંદર સાડી માં ભારે ઘરેણાં સાથે ફૂલ ઠઠારો કરી લગ્ન એટેન્ડ કરવા જઈ રહી છું. સામે ફરી વાઘ ! મેં તો મોં ફેરવી લીધું , પણ એ મને છોડે ? મને કહે હું બાય બાય કહેવા આવ્યો છું. મેં કહ્યું , અચ્છા, જંગલ પાછા જવું છે? જોઈ લીધું શહેર ? કેવું લાગ્યું ? તો એણે તો નિબંધ ની જેમ મુદ્દાસર વાત કરવા માંડી.

૧.અહીં બધા ને મમ્મી વહાલી હોય છે, પણ રમતાં છોકરાં ને ભણાવવા બધી મોમ છોકરાં ને વઢયા જ કરતી હોય છે.

૨. અહીં જ્યાં જુવો ત્યાં બધા મોબાઇલ માં જ મોં ખોસી ને બેઠા હોય, ઓફિસ ટાઈમ હોય કે ઘરે જમવાનો ટાઈમ.. બધાં પોતપોતાના ટીવી મોબાઇલ માં મશગુલ.. પછી શહેર ઊંચું ક્યા થી આવે?

૩. અહીં સેલ આવે , એટલે સ્ત્રી ઓ મફત માં મળતું હોય એમ પહોંચી જાય છે ને પુષ્કળ ખરીદી કરે છે.પતિ ઘી ની જેમ પૈસા બચાવે, સ્ત્રીઓ પાણી ની જેમ વાપરી ને આવે છે .

૪. સ્ત્રીઓ રોજ બપોરે ટીવી સામે ગોઠવાઈ જાય ને રસોઈ શો જુવે, પણ કોઈ દિવસ પણ ઘર માં નવી વાનગી બનાવી ને ખવડાવતી નથી.

૫. ટ્રાફિક માં સૌ એક બીજા ને પુષ્કળ ગાળો દે છે,પણ પોતે કોઈ જ ટ્રાફિક શિસ્ત નું પાલન કરતાં નથી.

હું સ્તબ્ધ થઈ ગઈ, ને રાબેતા મુજબ ઔર દુઃખી થઈ ગઈ. મેં કહ્યું, તું જઈશ અે મને જરાય નહીં ગમે ! તો અે જંગલ નો શેર જતાં જતાં બીજો શેર ફટકારતો ગયો,
" ના રોક મને, બસ હવે જંગલ માં હું પાછો વળી જાઉં !
ડર છે, મારામાં ક્યાંક શહેર વસી જશે
ડર છે, હું ક્યાંક માનવ ના બની જાઉં !! ".

પણ એક કામ મેં કર્યું, મારા દુઃખો નું પોટલું એની સાથે જંગલ માં મોકલાઈ દીધું. કાલ થી આપણે છુટ્ટા ! ફરી તમે બધા દુઃખી ને હું સુખી !!

Gujarati Jokes by Amita Patel : 111183629

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now