Gujarati Quote in Poem by Rinku Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આગમાં ફસાયેલા બાળકોએ સૌથી પહેલો ફોન એમનાં પપ્પાને કર્યો હતો. કોઇકે પૂછ્યું, પપ્પા-હું કૂદી જાઉં? તો કોઇએ કહ્યું, કશું દેખાતું નથી-તમે જલ્દી આવો...આ જ સંવેદના પર એક કવિતા....

————————-

પપ્પા, તમે જલ્દી આવો
આગની જ્વાળાઓ વચ્ચેથી તમે મને બચાવો
પપ્પા, તમે જલ્દી આવો...

પહેલા મોટો ભડકો થયો ને પછી સળગ્યો દાદર
દોસ્ત બધા સળગવા લાગ્યા, જાણે હોય કોઇ કાગળ

ડર મને પણ લાગ્યો’તો, મુઠ્ઠીઓ વાળી હું ભાગ્યો’તો
હાથ જોડી આગ પાસે, મારગ મેં પણ માંગ્યો’તો

હાથ લગાડી તમારો, આ અજવાળાને ભગાડો
પપ્પા, તમે જલ્દી આવો

ચીસો મેં પણ પાડી’તી, મદદ મેં પણ માંગી’તી
વાત તમારી માનવાની, માનતા મેં પણ રાખી’તી

કહ્યું ઇશ્વરને, પરેશાન કરીશ નહીં મમ્મીને કદી
થોડીવાર માટે પણ પ્લીઝ, તું મોકલ અહીં નદી

હું પણ હવે સળગી રહ્યો છું, પાણી મને લગાડો
પપ્પા, તમે જલ્દી આવો

ઝાળ બળી, શ્વાસ રૂંધાયા, આંખે અંધારા આવ્યા
મોટી અગનજ્વાળાઓ વચ્ચે તમે જ મને દેખાયા

ધીમે-ધીમે હું પણ હવે બળી જવાનો, પપ્પા
જ્યાંથી આવ્યો હતો ત્યાં જ ફરી જવાનો, પપ્પા

લાશોનાં ઢગલા વચ્ચેથી, મને બરાબર ઓળખજો
પપ્પા, હવે જલ્દી આવો....

-એષા દાદાવાળા

Gujarati Poem by Rinku Panchal : 111180906
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now