તારા આંસુઓને મારી પાંપણનું સરનામું આપી દે,
તારી વેદનાઓને મારા હ્રદયનું સરનામું આપી દે,
તારી એકલતાને મારા સાથનું સરનામું આપી દે,
તારે જીવવી છે જે જીંદગી તેને મારે સરનામું આપી દે...
તારા હાથને મારા હાથનું સરનામું આપી દે,
બીજુ શું જોઈએ તારે હવે વ્હાલી...
? હિતેશ "પરી"