રાજમહેલ ત્યજીને વન સિધાવ્યા રામ તમે.
પાળી પિતૃઆજ્ઞા વચન નિભાવ્યા રામ તમે.
શું થવાનું હતું ને શું થઈ ગયું મંથરાના સંગે,
તોય લેશમાત્ર રોષ મા પર ના લાવ્યા રામ તમે.
છોડી અવધ રામસંગ લખન તૈયાર થયાને,
કેટકેટલા સ્વમુખે એને સમજાવ્યા રામ તમે.
હઠાગ્રહી થૈ જાનકી પણ રામના પગલેને,
જઈને વન આંગણને શોભાવ્યાં રામ તમે.
મુનિગણ મિલને સંતસમાગમ કર્યો વનમાં,
ઉદાસીન વ્રતથકી વન દીપાવ્યાં રામ તમે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '