આચરણ એ જ ઉપદેશ બની જાય તો કેવું સારું!
પરિભાષા મૌનની પ્રત્યેકને સમજાય તો કેવું સારું!
ઉપદેશ કે સલાહ ધારીને સારી અસર ન પણ કરે,
કોઈની વેદના માત્ર ચહેરેથી જ વંચાય તો કેવું સારું!
સરળ છે ઉપદેશ આપીને જાગૃતિ લાવવાનું સમાજે,
' સબસે બડી ચૂપ' થી જ કામ થઈ જાય તો કેવું સારું!
અદભુત તાકાત છે મૌનમાં અસર ઉપજાવવાનીને,
એ પરિબળ લોકસાધ્ય સમાજે થૈ જાય તો કેવું સારું !
આંખ, કાન, હાથ, કલમ, મોબાઈલનું મૌન શક્ય છે,
આ રીતે સંયમ સહજ સાધ્ય બની જાય તો કેવું સારું!
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '