Gujarati Quote in Poem by Krishnansh Radhe

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું બાળકબુદ્ધિ થા જુવાન,
મનભરીને વર્તમાનમાં જીવી લે,
ચાલ હવે તું ભુતકાળ ભુલી જા જુવાન,
તું બાળકબુદ્ધિ થા જુવાન.

નથી કોઈ કારણ છતા એ હસે છે,
નથી કોઈ કારણ છતા એ રડે છે,
દુઃખે થોડો ગમગીન, સુખે હો મજામાં,
એને દુઃખ-સુખની ખબર ક્યાં પડે છે.

સમય આવે સઘળા, સદા એની 'હા' છે,
ક્યાં પાડે કદી પણ એ 'ના' જુવાન.
તું બાળકબુદ્ધિ થા જુવાન.

વારે વારે જો ને એ કેવા પડે છે,
પડીને છતા પાછા મારગ ચડે છે,
એ મારગને વીંખે, એ મારગને છુંદે,
એ જીવમાં જો કેવી જીજ્ઞાસા જડે છે.

પડી જાય એ ક્યારેય તો કીડી મરી જાય છે,
ને ફુંક માર્યે રૂઝાય છે ત્યાં ઘા જુવાન,
તું બાળકબુદ્ધિ થા જુવાન.

- કૃષ્ણાંશ રાધે
#કાવ્યોત્સવ

Gujarati Poem by Krishnansh Radhe : 111169307
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now