#KAVYOTSAV2
વિષય : સ્ત્રી પ્રેરણામૂર્તિ
સ્ત્રી પ્રેરણામૂર્તિ
જીવનભર સંઘર્ષ કરતી,
જાત સંગ ઝઝૂમતી,
સ્ત્રી પ્રેરણામૂર્તિ.
કેટકેટલા સ્વરૂપ ધરતી,
ઘર આખુંય અભરે ભરતી,
પ્રેમ,પ્રેમ બસ પ્રેમ જ દેતી,
બદલામાં ક્યાં કશુંય લેતી ?
સ્ત્રી પ્રેરણામૂર્તિ.
દરેક ક્ષેત્રમાં નોકરી કરતી,
પુરુષ સમોવડી બનતી,
દુ:ખ બધાના પળમાં હરતી,
સતી, વીરાંગના કહેવાતી.
સ્ત્રી પ્રેરણા મૂર્તિ.
કુલટા-વાંઝણીના મેણાં સહેતી,
અંદર અંદર મૂંઝાતી,
જીવનભરનો થાક હોય તોયે
ચહેરે ઝળહળતી સ્ફૂર્તિ.
સ્ત્રી પ્રેરણામૂર્તિ.
- કૌશલ સુથાર