English Quote in Poem by komal rathod

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ કાવ્ય મારી એ ખાસ મિત્ર માટે લખેલુ છે જેની સાથે મેં ઘણો સારો સમય વિતાવ્યો છે..



એ બપોરી વેળાનું મળવું હવે ક્યાં ગયું?.
બેઉનું અનહદ વાતે વળગવું હવે ક્યાં ગયું?

સહારો લઈ એકબીજાના હાથનો આપણે કેટલું રડ્યા
એ આપણી હસ્તરેખાઓનું ભળવું હવે ક્યાં ગયું?

સાચા હૃદયના સંબંધો ફળતા હોય છે હંમેશા તો પછી
એ સંબંધોનું વૃક્ષ બની ફળવું હવે ક્યાં ગયું?

ઢળી પડ્યા આપણે એકબીજામાં લાગણી થઈને
લાગણીઓનું એ ઢળવું હવે ક્યાં ગયું?

કેટલાય સુખ દુઃખ સાથે જોયા આપણે
રોજ રોજનું એ ઝગડવું હવે ક્યાં ગયું?

છે મારી સામે પણ સાથે કેમ નથી તું?
હૃદયનું એ સાથે ધબકવું હવે ક્યાં ગયું?

English Poem by komal rathod : 111168150

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now