# Kavyotsav 2
ગઝલ
વૃધ્ધ મા બાપનું રોજ કરીએ જતન
એક એ પણ તને કહું સરસ છે ભજન
એમ શીખવું તો અઘરું નથી કંઈ અગર
બહુ જ મહેનત કરે ,હોય મનમાં લગન
વાણીમાં કેટલા શબ્દ છે ને મધુર
પણ કોઈને એ કહેવા,પડે છે વજન
કોઈને પણ વચન આપવું અઘરું છે
દશરથે આપ્યું મોંઘુ જ એવું વચન
કંઇ એ ઈશ્વરથી ઓછા ના કહેવાય ને
તો કરું માતપિતાને રોજે નમન
ખાસ હસતું હ્રદયને તું રાખજે સદા
નહિ તો તારા જ માટે છે જીવન કફન
- શ્વેતા તલાટી