#મમ્મી એટલે...?
શિયાળામાં હૂંફ આપતું ઊનનું સ્વેટર.
ઉનાળામાં ઠંડક આપતું એરકન્ડીશનર.
ચોમાસામાં પલળવાથી બચાવતો રેઈનકોટ.
હોંઠો પર આવીને હાલરડું બનેલું ગીત,
ઉનાળામાં થાક ને પસીનો ઉતારતો ખોળો.
સમી સાંજે માળામાં પ્રવેશતા પંખીઓનો કલરવ.
પાડોશમાં થતી પંચાત પછીની મુસ્કાન.
દીકરા-દીકરીની વગર પગારની વકીલ.
બાથી મોમ સુધીના શબ્દોનો સરવાળો.
લાઇટ જતી રહે પછી પણ રહેતો ઉજાસ
#મમ્મી એટલે થાકનું વિરામ
#મમ્મી એટલે જીવતરનો આરામ.
#મમ્મી એટલે આપણા દુઃખોનું ફિલ્ટર.
#મમ્મી એટલે આપણા સુખોનું પોસ્ટર.
#મમ્મી ફર્સ્ટ ગર્લ-ફ્રેન્ડ અપની.
#મમ્મી એટલે અઢી અક્ષરનું અજવાળું.
#મમ્મી એટલે પપ્પાની પ્રિય સખી.
ને અંતે,
મા એટલે ક્ષમા
??