હું #મમ્મી નો કિક્લોને, ભયલુ મારું નામ
#મમ્મી કેરા હ્યદયમાં, મળતા ચારોં ધામ.
હું #મમ્મી નો કિક્લોને, ભયલુ મારું નામ,
માથું જો દુખે મારું, ખૂબ હેતથી ફેરવે હાથ.
પછી આ ટાઈગર ઝંડુનું શું કામ ?
હું #મમ્મી નો કિક્લોને, ભયલુ મારું નામ.
ગરમી જો લાગે મને, પાલવ ફેરવે તત્કાલ,
પછી આ કુલર પંખાઓનું શું કામ ?
હું #મમ્મી નો કિક્લોને, ભયલુ મારું નામ.
ઠંડી જો લાગે મને તો, હોડમાં લે તત્કાલ.
પછી આ ગરમ સ્વેટર - શાલનું શું કામ ?
હું #મમ્મી નો કીકલોને ભયલુ મારું નામ.
"સ્નેહ" કહે, મા સર્વધર્મનું છે એક ધામ.
પછી મંદિર-મસ્જિદ નામે, લડવાથી શું કામ ?
હું #મમ્મી નો કિક્લોને, ભયલુ મારું નામ.
??